મેષ (અ.લ.ઈ.)વિનાયક ચોથે બજારોની વધઘટમાં વેપાર ધંધો કરવામાં સંભાળવું. નુકસાન- બગાડ વિવાદ નોકરીમાં કે ધંધામાં થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વૃષભ (બ.વ.ઉ.)વિનાયક ચોથે કાર્ય સફળતા- પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય. ગણેશજીની ભક્તિ પૂજા- મંત્ર જાપથી આનંદ
મિથુન (ક.છ.ઘ.)માનસિક પરિતાપ રહે. શેરોની લે-વેચમાં, ધીરધારના તેમજ લોખંડ-તાંબાના અન્ય ધાતુના ધંધામાં સંભાળવું પડે.
કર્ક (ડ.હ.)આજે વિનાયક ચોથે ગણેશજીની ભકિત પૂજા- મંત્રજાપથી કામકાજમાં સાનુકુળતા પ્રગતિ જણાય. નોકરી-ધંધાનું કામ થાય.
સિંહ (મ.ટ.)આજે વિનાયક ચોથે પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં પ્રગતિથી, ગણપતિની ભકિત પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે
કન્યા (પ.ઠ.ણ.)આજે આપને નોકરી-ધંધાના કામમાં ચિંતા ઉચાટ રહે. બજારોની વધઘટમાં ધ્યાન રાખવું. સંતાનના પ્રશ્નમાં ચિંતા રહે.
તુલા (ર.ત.)વિનાયક ચોથે ગણપતિની ભકિત પૂજાથી નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી મિત્રવર્ગના કામમાં આપને સાનુકુળતા રહે.
વૃશ્ચિક (ન.ય.)આજે, વિનાયક ચોથે ગણેશજીની ભક્તિ પૂજા મંત્રજાપ, ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાનું - સંતાનનું કામ થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)આજનો દિવસ આપને કોઈપણ કામમાં તન મન ધનથી વાહનથી સંભાળવું પડે. અન્યના કારણે આકસ્મિક તકલીફ થાય.
મકર (ખ.જ.)આજે વિનાયક ચોથે ગણેશજીની ભકિત પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. તમારી આપત્તિ - મુશ્કેલીમાં હળવાશ રહે.
કુંભ (ગ.શ.સ.)વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકુળતા રહે. અન્યના સહકારથી આપનું કામ ઉકેલવામાં રાહત થતી જાય, હળવાશ થાય.
મીન (દ.ચ.ઝ.)આજે વિનાયક ચોથે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી ધંધાનું- સંતાનનું કામ થઇ શકે. ચિંતા મુંઝવણ ઓછી થાય.