Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Gujarat
Firing Targeted On Wife And The Lover In Case Bhavnagar Military Man Life Imprisonment
ભાવનગર: પત્ની સાથે પકડાઈ જતાં મિત્રને કર્યો હતો ઠાર, આર્મીમેનને જનમટીપ
09-09-2016 12:02:12 PM
Print
Email
ભાવનગર: તાજ હુમલા પ્રકરણના સુરક્ષા ગાર્ડ અને ભાવનગર ખાતે રહેતા આર્મીમેને આજથી દોઢ વર્ષ પૂર્વે તેની પત્ની અને પ્રેમી ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ પ્રણય ત્રિકોણના બનાવમાં પત્નીના પ્રેમીનુ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આર્મીમેન સામેથી પોલીસમાં હાજર થતાં તેની ધરપકડ કરાઇ હતી. જે અંગેનો કેસ ભાવનગરની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આર્મીમેનને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. આર્મીમેન પૂર્વ સંરક્ષણ પ્રધાનનો કમાન્ડો રહી ચુક્યો છે. પત્ની સાથેના આડાસંબંધના કારણ તેણે પત્નીના પ્રેમીને નગ્ન હાલતમાં જ બાથરૂમમાં ઠાર કર્યો હતો. મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી
ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇની તાજ હોટલમાં થયેલા હુમલા પ્રકરણ નેશનલ સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રીના કમાન્ડો રહી ચૂકેલા અને શાર્પ શૂટર આર્મીમેન જીગરભાઇ હરેશભાઇ વ્યાસ શ્રીનગર ખાતે ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા.આર્મીમેનને ફરજ અર્થે બહાર રહેવાનું થતું હોય તેમણે તેમના મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. પરંતુ જીગરભાઇની પત્ની બેવફા નીકળતા અને રખેવાળ કરતા પતિના મિત્ર દેવેન્દ્ર સાથે જ પ્રેમ સંબંધ બંધાતા આ સંબંધ છેક બેડરૂમ સુધી પહોંચી ગયો હતો. ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું આ વાતની જાણ જીગરભાઇને થતાં પતિ-પત્નીની વચ્ચે આ બાબતે અનેકવાર ઝઘડા થયા હતા અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી.પત્નીને સમજાવવાના જીગરભાઇએ છેક સુધી પ્રયાસો કર્યા હતા. પરંતુ તે નાકામીયાબ નીવડ્યા હતા. આ મામલે ચેતનાબેને તેના પતિનું ઘર છોડી તેના પ્રેમી દેવેન્દ્ર સાથે જવેલસ સર્કલ નજીક આર.કે. પોઇન્ટ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ફ્લેટમાં રહેવા જતી રહી હતી. જ્યાં તા.13-2-2015 એટલે કે વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ જીગરભાઇ પહોંચતા અને તેની પત્ની ચેતનાબેન અને પ્રેમી દેવેન્દ્રને કઢંગી હાલતમાં જોઇને તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું. પતિ જીગર હરેશભાઇ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે પત્ની ચેતનાને ઇજા પહોંચી હતી.આ અંગે આર્મીમેનના પત્ની અને ભાવનગર પરાની રેલવે કચેરીમાં જૂનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ચેતનાબેન વ્યાસે એ ડિવિઝન પોલીસ મથકમાં તેના પતિ જીગર હરેશભાઇ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ આર.કે. એપાર્ટમેન્ટમાં આવી તેણી સાથે ડિવોર્સની ડિસકસ કરતા હતો હતો તે વેળાએ ઉશ્કેરાઇ તેણે તેની પાસે રહેલી પીસ્ટલમાંથી તેણીને બે ગોળી મારી તેનો મિત્ર દેવેન્દ્ર અન્ય રૂમમાં હોય ત્યાં ઘૂસી જઇ તેના પર ફાયરિંગ કરતા અને તે બાથરૂમમાં ઘૂસી જતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ ઉપરોક્ત હત્યાનો કેસ ભાવનગરના પાંચમાં એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં બચાવ પક્ષના લીગલ એડ તરીકેના વકીલ પી.પી. જાડેજા, સરકારી વકીલ વી.બી. રાણાની ધારદાર દલીલો અને જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ 48 દસ્તાવેજી પુરાવા અને 46+2 સાક્ષીની જુબાનીને ધ્યાને લઇ જજે 143 પાનાનો ચુકાદો આપી આરોપી જીગર હરેશભાઇ વ્યાસને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ કર્યો હતો. જ્યારે પત્ની પર જીવલેણ હુમલામાં 307 બદલે કલમ 326ના ગુન્હામાં દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.જોકે આર્મ્સ એક્ટના ગુનામાં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અદાલતે તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders