Last Update @ 04:22 PM
|
Thursday, June 8, 2023
Last Update @ 04:22 PM
|
Thursday, June 8, 2023
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Gujarat
Folk singer Kirtidan Gadhvi's grand reception in Rajkot on Monday
અમેરિકાના પ્રવાસ દરમિયાન લાડકી ફાઉન્ડેશન બનાવીને કરોડો રૂપીયાનું ફંડ એકત્ર કરવા બદલ લોકગાયક કીર્તિદાન ગઢવીનું સોમવારે રાજકોટમાં ભવ્ય સ્વાગત-સન્માન
27-11-2021 01:10:17 PM
Print
Email
રાજકોટ : સુવિખ્યાત લોકગાયક અને સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય કિર્તીદાન ગઢવીએ પોતાના સ્વરના સથવારે અમેરિકાની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિના દર્શનની સાથેસાથે લોકહૈયે ધબકતા ગીતોના સથવારે લોકગીતો, દુહા-છંદ સહિતના કાર્યક્રમોની રમઝટ બોલાવી છે. અમેરિકામાં લાડકી ફાઉન્ડેશન સ્થાપનાની જાહેરાત કરી ગુજરાતની ગરીબ અને જરૂરતમંદ બાળાઓ માટે કરોડો રૂપિયાનું ફંડ એકત્ર કરવા ઉપરાંત 'યુએસ' વર્લ્ડ ટેલેન્ટ સંસ્થાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિર્તીદાન ગઢવીની વરણી કરી છે એટલું જ નહીં યુ.એસ.વર્લ્ડ ટેલેન્ટના ફાઉન્ડર અને સીઇઓના હસ્તે વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટનો એવોર્ડ પણ અર્પણ કરાયો હતો. આ ગૌરવવંતી ઘટનાના પ્રણેતા એવા કિર્તીદાન ગઢવી તારીખ ૨૯ને સોમવારે અમેરિકા થી રાજકોટ આવી રહ્યા છે ત્યારે શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા બપોરે ત્રણ વાગ્યે માધાપર ચોકડી ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં તેમનું ભવ્ય સ્વાગત સન્માન રાખવાનું નક્કી કરાયું છે. રાજકોટના અગ્રણી લોકો દ્વારા કિર્તીદાન ગઢવીનું તેમની કલાને છાજે તેવું ભવ્યાતિભવ્ય સન્માન કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે કિર્તીદાન ગઢવી અભિવાદન સમિતિની રચના પણ કરવામાં આવી છે. અભિવાદન સમિતિમાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નંબર બે ના સિનિયર કોર્પોરેટર જયમીન ભાઈ ઠાકર, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, જાણીતા એન્કર અને પત્રકાર તેજસભાઈ શિશાંગીયા,વી ટીવીના સૌરાષ્ટ્ર ઝોનના એડિટર ધર્મેશભાઈ વૈદ, જૈન વિઝન સંસ્થાના સંયોજક મિલનભાઈ કોઠારી તેમ જ જાણીતા બિલ્ડર જે.એમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા વગેરેનો સમાવેશ થાય છે. અભિવાદન સમિતિ એક યાદીમાં જણાવ્યું છે કે શુભ નિષ્ઠાથી કોઈ કાર્ય કરવામાં આવે તો દિવ્ય શકિતઓ પણ એમાં સહાય કરે જ. એવા અનેક દાખલા છે. જ્યારે કોઈ કલાકાર આવા કામમાં નિમિત્ત બને ત્યારે એ વાત વધુ અગત્યની બની જાય. જાણીતા ગાયક અને સામાજિક નિસબતથી પોતાના વ્યવસાયમાં સક્રિય એવા કિર્તીદાન ગઢવીએ તાજેતરના પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન લોક સંગીત, ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિ - સંગીતનો પ્રચાર, પ્રસાર કર્યો હતો.. કીર્તિદાન ગઢવી ન્યુઝર્સીમાં વર્લ્ડ રેકોર્ડ માટે કામ કરતી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અમેરિકાની ધરતી પર 33 થી વધુ સ્ટેજ શો કરનાર કીર્તિદાન ગઢવી આવું સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી કલાકાર છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે .ન્યુ જર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાન ગઢવીને અદકેરૂ સન્માન આપ્યું હતું. કિર્તીદાન ગઢવીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તે ખુબ આનંદ અને ગૌરવ ની બાબત છે અને તેથી રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અભિવાદન સમિતિએ જણાવ્યું છે કે અમેરિકાના પ્રવાસ દરમિયાન કીર્તિદાન ગઢવીએ નવી જ યોજના એમણે જાહેર કરી હતી જેનો સંબંધ ઢોલના તાલ સાથે જ નહીં, હ્ર્દયના ધબકાર સાથે છે. કિર્તીદાન ગઢવી એ ગાયેલી જાણીતી રચના તેરી લાડકી મેં...કોક સ્ટુડિયો થી લઈને ઘર ઘરમાં વાગતા ગીતોમાં સ્થાન ધરાવે છે. વજ્ર જેવા કઠણ હ્ર્દય વાળો વ્યક્તિ પણ આ ગીત સાંભળીને પીગળી જાય છે ૧૭ મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી ગળાના માધ્યમથી પરંતુ આમ તો હ્ર્દયના ઊંડાણથી આ રચના રજૂ કરી હતી.આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જે ના માતા પિતા આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી. આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે. કીર્તીદાન ગઢવીએ આ પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ તેનાથી પ્રભાવિત થઇ ને અમેરિકાના ડેલવારે રાજ્ય કે જે ગુજરાતનું સિસ્ટર સ્ટેટ છે ત્યાના ડેપ્યુટી ગવર્નર બેથની હોલે કીર્તીદાનભાઈનું સન્માન પણ કર્યું હતું. આમ કીર્તીદાનભાઈએ અમેરિકાની ધરતી ઉપર ગુજરાતની સંસ્કૃતિને ચાર ચાંદ લગાવી દીધા હતા. લાડકી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની કોઈ પણ ગરીબ ઘરની બાળા માટે શિક્ષણ, ઘડતર વગેરે માટે આર્થિક ભંડોળ ઊભું થશે. એનું તમામ સંચાલન બહેનો કરશે. વિદેશથી લઈને ભારતના ગામડાની બહેનો એમાં હિસ્સો લેશે. જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી રહેશે. પહેલા જ દિવસે રૂ. દોઢ કરોડની માતબર રકમ આ યોજના માટે એકઠી થઈ ગઈ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં છથી સાત કરોડ રૂપિયાનું ફંડ એકત્ર થયું છે અને હજુ આવનારા દિવસોમાં વધુ ફંડ એકત્ર થશે અને તે ગુજરાતની બાળાઓના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે વપરાશે. તા.29મીને સોમવારે બપોરે ૩:૦૦ કલાકે યોજનારા કિર્તીદાન ગઢવીના ભવ્ય સ્વાગત સન્માન સમારોહમાં વિવિધ સંસ્થાઓ જોડે રહી છે સાથોસાથ આ કાર્યક્રમમાં રાજકોટની કલાપ્રેમી જનતાને જોડાવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. કીર્તીદાન ગઢવીના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહીને તેમનું સન્માન કરવા ઇચ્છનારા લોકોને જયમીનભાઈ ઠાકર ( ૯૮૭૯૮ ૦૦૦૦૧ ), ગુણવંતભાઈ ડેલાવાળા ( ૯૮૨૪૦ ૪૦૮૮૯ ) મિલન કોઠારી (૯૮૨૪૨ ૯૪૫૩૧ ) તેજસ શીશાંગીયા ( ૯૮૨૫૩ ૯૪૩૨૦ ), ધર્મેશભાઈ વૈદ (૯૮૨૫૬ ૬૯૨૯૮ ) અથવા મયુરધવજસીંહ જાડેજા( 95379 00077)નો સંપર્ક કરવા જણાવાયું છે.
Share
Tweet
મુખ્ય સમાચારો
પ્રિમોન્સુનની બાકી કામગીરી પાંચ દિવસમાં પુરી કરો: મુખ્યમંંત્રીનો આદેશ
07-06-2023
કમળાપુરમાં નાની બહેન સાથે કામ મામલે ઝઘડો થતાં મોટી બહેનનો આપઘાતનો પ્રયાસ
07-06-2023
માતા-પિતા સાથે ઝઘડો કરતી પત્નીથી કંટાળી ચુનારાવાડનાં વિજયનો આપઘાત
07-06-2023
રાજકોટ નાં સમાચારો
પ્રિમોન્સુનની બાકી કામગીરી પાંચ દિવસમાં પુરી કરો: મુખ્યમંંત્રીનો આદેશ
07-06-2023
કમળાપુરમાં નાની બહેન સાથે કામ મામલે ઝઘડો થતાં મોટી બહેનનો આપઘાતનો પ્રયાસ
07-06-2023
માતા-પિતા સાથે ઝઘડો કરતી પત્નીથી કંટાળી ચુનારાવાડનાં વિજયનો આપઘાત
07-06-2023
શેર બજાર
શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 150થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 18350ને પાર
23-05-2023
શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 150 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 18200ની નીચે
22-05-2023
શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 156 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 18,300ને પાર
10-05-2023
રમત જગત
આજથી WTCની ફાઈનલ, ભારત 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જુઓ બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11
07-06-2023
ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ અને રનર્સ અપ ગુજરાત ટાઇટન્સને મળ્યા 12.5 કરોડ
30-05-2023
આઇપીએલની ફાઇનલમાં ગુજરાતને હરાવી ચેન્નાઇ પાંચમી વખત બન્યું ચેમ્પિયન, જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો, ધોની ભાવુક થયા
30-05-2023
ફિલ્મ જગત
મહાભારતના 'શકુની' ઉર્ફે ગૂફી પેન્ટલનું નિધન, છેલ્લા ઘણા દિવસથી હતા બીમાર
05-06-2023
અનુપમા સિરિયલના એક્ટર નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન
24-05-2023
'સારાભાઈ Vs સારાભાઈ' અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું હિમાચલ પ્રદેશમાં કાર અકસ્માતમાં નિધન
24-05-2023
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders