Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Business
hurun-global-rich-list-reliance-industries-chairman-mukesh-ambani-richest-in-asia-jeff-bezos-retains-no-1-spot
એશિયામાં સૌથી અમીર અને દુનિયાના નવમા સૌથી રઈસ બન્યા મુકેશ અંબાણી
27-02-2020 12:05:17 PM
Print
Email
મુંબઈ : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશની સાથોસાથ એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કુલ 37 અબજ ડૉલર એટલે કે લગભગ 4801.82 અબજ રૂપિયાના નેટવર્થની સાથે તેઓ વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીએ આ દરમિયાન દરેક કલાકે 7 કરોડ રૂપિયા કમાયા. આ જાણકારી 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020' થી સામે આવી છે. દુનિયામાં ચાલી રહેલી આર્થિક સુસ્તીની વચ્ચે 2019માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા અને તેમને મેળવીને અબજપતિઓની કુલ સંખ્યા 138 થઈ ગઈ છે. આ આંકડો ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ છે. 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020' અનુસાર, 799 અબજપતિઓની સંખ્યા સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને અને 626 અબજપતિઓ સાથે અમેરિકા બીજા સ્થાને છે.
સતત ત્રીજા વર્ષે દુનિયામાં સૌથી અમીર બન્યા જેફ બેજોસ
એક અબજથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓની ગણતરીના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેના હિસાબથી દુનિયામાં કુલ 2,817 અબજપતિ છે. અમેઝોન ડૉટ કૉમના સીઈઓ જેફ બેજોસ (Jeff Bezos) દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 140 અબજ ડૉલર છે. ત્યારબાદ 107 અબજ ડૉલરની નેટવર્થની સાથે એલએમવીએચના બર્નાર્ડ ઑરનૉલ્ટ બીજા અને 106 અબજ ડૉલરની નેટવર્થ સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાને છે.
ભારતના સૌથી અમીર 5 ભારતીય
આ યાદીમાં મુકેશ અંબાણી બાદ 2700 કરોડ ડૉલર (1.91 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે એસપી હિન્દુજા પરિવાર બીજા સ્થાને આવે છે. બીજી તરફ 1700 કરોડ ડૉલર (1.20 લાખ કરોડ રૂપિયા)થી વધુ નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. શિવ નાદર અને તેમનો પરિવાર લગભગ 17 અબજ ડૉલરની સાથે ચોથા, 1500 કરોડ ડૉલર (1.06 લાખ કરોડ રૂપિયા)થી વધુની સાથે લક્ષ્મી મિત્તલ પાંચમાં નંબરે છે. 2019માં ભારતની અંદર 34 નવા અબજપતિ બન્યા. ભારતના અબજપતિઓમાં જો ભારતથી બહાર રહેતા ભારતીય મૂળના અબજપતિઓને જોડવામાં આવે તો આંકડો 170 પર પહોંચી જાય છે.
ઉદય કોટક દુનિયાના સૌથી અમીર સેલ્ફ મેઇડ બેન્કર - કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડૉલર છે અને તેઓ ભારતીય અબજપતિઓમાં છઠ્ઠા સ્થાન પર છે, જ્યારે તેઓ દુનિયામાં પોતાના આપબળે બનેલા સૌથી અમીર બેન્કર છે.અજીમ પ્રેમજી સૌથી અમીરોમાં સાતમા સ્થાને છે, 12 અબજ ડૉલરની સાથે સાઇરસ પૂનાવાલા આઠમા અને 11 અબજ ડૉલરની સંપત્તિ સાથે સાઇરસ પાલોનજી મિસ્ત્રી તથા તેમના દીકરા શપૂર પાલોનજી મિસ્ત્રી નવમા અને દસમા સ્થાને છે. હુરુન રિચ લિસ્ટ 2010માં ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ માત્ર 24 વર્ષની ઉંમરે સૌથી યુવા ભારતીય છે જેમની નેટવર્થ 1.1 અબજ ડૉલર છે.
આ યાદીમાં 480 અબજપતિ જોડાયેલા છે. ભારતની અંદરની વાત કરીએ તો સૌથી વધુ 50 અબજપતિ મુંબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગલુરુમાં અને 12 અબજપતિ અમદાવાદમાં છે.
મુંબઈમાં 50 અબજપતિઓની પાસે લગભગ 218 અબજ ડૉલર, નવી દિલ્હીના 30 અબજપતિઓની પાસે 76 અબજ ડૉલર, બેંગલુરુના 17 અબજપતિઓની પાસે 42 અબજ ડૉલર અને અમદાવાદના 12 અબજપતિઓની પાસે 36 અબજ ડૉલરની સંપત્તિ છે. બીજી તરફ હૈદરાબાદના 7 અબજપતિઓની પાસે 13 અબજ ડૉલરની સંપત્તિ છે.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders