Last Update @ 03:29 PM
|
Wednesday, January 20, 2021
Last Update @ 03:29 PM
|
Wednesday, January 20, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Daily News Headline
Plan To Assassinate Gordhan Zadafia, One Sharpshooter Caught And Another One Fugitive At Rilif Road, Ahmedabad
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020 03:20:22 PM
Print
Email
મધરાતે અમદાવાદના રિલીફ રોડ પરની હોટલ વિનસમાં એટીએસનું જબરું ઓપરેશન: રાજ્યમાં છોટા શકીલ ગેંગના મનાતા બે શાર્પશૂટરો લોકલ કોન્ટેક્ટના આધારે પહોંચ્યા હતા : ઓપરેશન પાર પાડે તે પહેલા જ એટીએસને બાતમી મળતા હોટલ પર છાપો: મધરાતે એટીએસ ટીમ પર શાર્પશૂટરનો ગોળીબાર : એટીએસ વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વની ટીમે આબાદ ઓપરેશન પાર પાડ્યું : નેતાઓની સુરક્ષા વધારવા આદેશ
ગુજરાતમાં આજે એક સનસનીખેજ ઘટનામાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાની હત્યાના પ્લાનીંગ સાથે મુંબઈથી આવેલા શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની રિલીફ રોડ પરની હોટલ વિનસમાં ગઇકાલે રાત્રે એટીએસની ટીમ ત્રાટકી હતી અને અહીં છૂપાયેલા બે શાર્પશૂટરને ઝડપવા માટે તૈયારી કરી હતી. આ સમયે જ એટીએસની ટીમ પર ફાયરીંગ થયું હતું અને આ અફડાતફડીમાં એક શાર્પશૂટરને નાસી છૂટવામાં સફળતા મળી છે જોકે એટીએસની ટીમે બીજા શાર્પશૂટરની ઝડપી લીધો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બંને શાર્પ શૂટરો ઝડફીયાની હત્યા માટે અમદાવાદ આવ્યા હતા અને તેની માહિતી મળતાં જ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અને ઝડફીયાની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. ગુજરાત પોલીસને મળી જતાં એટીએસ દ્વારા ગઇકાલે રાત્રિનાં ઓપરેશન હાથ ધરાયું હતું. અને તેમાં એક શાર્પશૂટર ઝડપાઈ ગયો છે. સુત્રોના જણાવ્યા મુજબ આ હત્યા માટે પાકિસ્તાનથી સોપારી અપાઈ હતી. અને છોટા શકીલ ગેંગના બે શાર્પશૂટરો મુંબઈથી અમદાવાદ સમગ્ર કાવતરું પાર પાડવા આવ્યા હતા પરંતુ આ અંગેની ગંધ આવી જતા તે નિષ્ફળ બનાવાયું છે. એટીએસના વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વ હેઠળ ડીસીપી દીપેન ભટ્ટ, એસીપી કે.કે. પટેલ તથા એસીપી ભાવેશ રોઝીયાના નેતૃત્વમાં એટીએસની ટીમે આ સમગ્ર ઓપરેશન કર્યું હતું. ગઇકાલે રાત્રે જ એટીએસની ટીમ રિલીઝ રોડ પરની વિનસ હોટલની આસપાસ ગોઠવાઈ ગઇ હતી. અને ઓચિંતા જ હોટલની અંદર છાપો મારીને શાર્પશૂટર જ્યાં રોકાયા હતા તે રુમનું બારણું તોડીને અંદર પ્રવેશી અને તૂર્ત જ બંને શાર્પ શૂટરને ઝડપવા માટે કામગીરી કરવામાં આવી હતી. આ બને મુંબઈથી આવ્યા હોવાનુંં ખુલ્યું છે અને તેના એક લોકલ કોન્ટેક્ટ પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની પણ હવે એક શાર્પ શૂટરની પૂછપરછમાં માહિતી ખુલશે તથા આ સમગ્ર ષડયંત્રમાં સ્થાનિક અને મુંબઈ તથા છેક પાકિસ્તાન સુધી તાર પહોંચે છે તેની પણ એટીએસ તપાસ કરશે. આ ઘટના એ સમગ્ર રાજ્યમાં જબરી સનસનાટી મચાવી છે અને ગુજરાત ફરી એક વખત માફિયા અને ત્રાસવાદીના ડોળા પર હોવાનું જાહેર થયું છે.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders